WHAT IS G-SET?
WHAT IS G-SET?
- પરીચય
ભારત સરકારે ૨૨ મી જુલાઇ ૧૯૮૮ના પગારધોરણ સુધારણા વિશેના જાહેરનામામાં સૂચવેલું કે અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક પામવા ઉમેદવાર, નક્કી કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને આ ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટીમાં ઉત્તીર્ણ થયેલ હોવો જરૂરી છે અને એ જ ઉમેદવાર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકેની નિમણુંક માટે યોગ્ય ગણાશે. UGC એ અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા બનવા માટેના પ્રથમ પગથિયા તરીકે રાજ્યોના શિક્ષણ સચિવો અને ઉચ્ચશિક્ષણના નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવીને આ કસોટીનો આરંભ કરવાની ભલામણ કરી છે.
આ ઉદ્દેશથી UGC દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) અને અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા ની યોગ્યતા માટે ૨૪મી ડિસેમ્બર ૧૯૮૯ અને ૨૯મી એપ્રિલ ૧૯૯૦ ના રોજ વિવિધ ભાષાઓ સહિતની માનવવિદ્યાઓ અને સમાજવિજ્ઞાનોના વિષયની કસોટીનું આયોજન કર્યું છે. CSIR દ્વારા જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) અને અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા ની યોગ્યતા માટે ૩૧મી ડિસેમ્બર ૧૯૮૯ના રોજ જોઇન્ટ UGC - CSIR કસોટીનું આયોજન કરવામાં આવ્યું. આ કસોટીનું સમયાંતરે UGC દ્વારા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો ને પૂછવામાં આવ્યું કે તેઓ સ્વતંત્રપણે અન્ય કોઇ કસોટી નું આયોજન કરશે કે UGC / CSIR ની કસોટીનો અમલ કરશે. જો તેઓ UGC અને CSIR સમકક્ષ પોતાની કસોટી લેવાનો વિકલ્પ સ્વીકારે તો એ કસોટીને UGC દ્વારા માન્યાતા મેળવેલ હોવી જોઇએ. ૨૫મી મે ૧૯૯૦ ના રોજ યોજયેલ મીટીંગમાં કમિશને રાજ્ય સરકારની સમિતિઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જેનું આયોજન થવાનું છે તે અધિકૃત કસોટીના આયોજન માટે UGC કમિટિની રચના કરવાનું નક્કી કર્યું. આ કમિટિને U-CAT નામ આપવામાં આવ્યું.
UGC અને UGC - CSIR દ્વારા આયોજિત કસોટી નેશનલ એલિજિબિલીટી ટેસ્ટ (NET) તરીકે ઓળખાય છે અને આ કસોટીને સમકક્ષ રાજ્ય સરકાર દ્વારા આયોજિત કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (SET) તરીકે ઓળખવામાં આવી. SET ના આયોજન માટે સૈધ્ધાંતિક રીતે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે MIS-1092-NEW-10 તા. ૩૧.૮.૧૯૯૮ ના પત્રક્રમાંકથી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું. - ગુજરાત રાજ્યનાપ્રતિનિધિ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગનાં જાહેરનામા પત્રક્રમાંક MIS-1092-NEW-10kh તા. ૧૫.૫.૨૦૦૦માં ગુજરાત રાજ્યમાં SET નું આયોજન કરવા માટે આરંભની પ્રક્રિયાને ગતિમાન કરી.
ગુજરાત રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા માટેની સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) નું આયોજન કરવા ગુજરાત રાજ્ય સરકારે ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા ની નિમણુંક કરી અને GSET નું આયોજન અને સંચાલન કરવાની સંપૂર્ણ સત્તા સોંપી. - અધ્યાપક સહાયક
આ સંદર્ભમાં સમજણપૂર્વક ધ્યાનમાં રાખવાની બાબત છે કે યુનિવર્સિટી / કોલેજમાં અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણૂંક પામવા માટે ઉમેદવારે UGC અને પસંદગી સમિતિ દ્વારા નક્કી કરેલી જરૂરી શૈક્ષણિક લાયકાત ઉપરાંત ખાસ કરીને આ ઉદ્દેશ માટે આયોજિત સર્વગ્રાહી કસોટી સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં ઉત્તીર્ણ થયેલ હોવો જરૂરી છે અને એ જ ઉમેદવાર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકેની નિમણુંક માટે યોગ્ય ગણાશે. સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટ (GSET) માં ઉત્તીર્ણ થયેલ ઉમેદવાર માત્ર અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણૂંક માટે લાયક ગણાશે , જુનિયર રિસર્ચ ફેલોશીપ (JRF) માટે નહીં.
જુન ૨૦૦૨ પછી જાહેર થયેલ UGC ના આદેશ મુજબ, ઉમેદવાર જે રાજ્યની SET માં ઉત્તિર્ણ થયેલ હશે માત્ર એ જ રાજ્યની યુનિવર્સિટી / કોલેજ માં અધ્યાપક સહાયક / વ્યાખ્યાતા તરીકે નિમણુંક ને પાત્ર ગણાશે.
G-SET SUBJECTS LIST :
વિષય કોડ | વિષય | પ્રશ્નપત્ર નું માધ્યમ | અનુસ્નાતક કોર્સ | અનુસ્નાતક વિષય |
---|---|---|---|---|
૦૧ | મેથેમેટીકલ સાયન્સીસ | અંગ્રેજી | M.Sc./M.A./M.Tech. (Science) or Equivalent Degree | ગણિત / આંકડાશાસ્ત્ર / એપ્લાઈડ મેથેમેટીક્સ / ઇંડસ્ટ્રિયલ મેથેમેટીક્સ |
૦૨ | ફીજીકલ સાયન્સીસ | અંગ્રેજી | M.Sc. | ફિઝિક્સ / ભૌતિક વિજ્ઞાન |
૦૩ | કેમીકલ સાયન્સીસ | અંગ્રેજી | M.Sc. | રસાયણશાસ્ત્ર / રાસાયણિક વિજ્ઞાન |
૦૪ | લાઇફ સાયન્સીસ | અંગ્રેજી | M.Sc./M.Tech (Science) | જીવન વિજ્ઞાન / વનસ્પતિશાસ્ત્ર / પ્રાણીશાસ્ત્ર / માઇક્રોબાયોલોજી / બાયોટેકનોલોજી / બાયોકેમિસ્ટ્રી / વાઇરોલોજી / બાયોઇન્ફોર્મેટિક્સ / જીનેટિક્સ |
૦૫ | હિન્દી | હિન્દી | M.A. | હિન્દી |
૦૬ | ગુજરાતી | ગુજરાતી | M.A. | ગુજરાતી |
૦૭ | સંસ્કૃત | સંસ્કૃત | M.A. | સંસ્કૃત |
૦૮ | ઇતિહાસ | અંગ્રેજી અને ગુજરાતી | M.A. | ઇતિહાસ |
૦૯ | સમાજશાસ્ત્ર | અંગ્રેજી અને ગુજરાતી | M.A. | સમાજશાસ્ત્ર |
૧૦ | અર્થશાસ્ત્ર | અંગ્રેજી અને ગુજરાતી | M.A. | અર્થશાસ્ત્ર |
૧૧ | રાજનીતિ શાસ્ત્ર | અંગ્રેજી અને ગુજરાતી | M.A. | રાજનીતિ શાસ્ત્ર |
૧૨ | અંગ્રેજી | અંગ્રેજી | M.A. | અંગ્રેજી |
૧૩ | શિક્ષણ | અંગ્રેજી અને ગુજરાતી | M. Ed. / M. A. | શિક્ષણ |
૧૪ | મનોવિજ્ઞાન | અંગ્રેજી અને ગુજરાતી | M.A. | મનોવિજ્ઞાન |
૧૫ | ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન | અંગ્રેજી અને ગુજરાતી | M. Lib./ M. Lis. | ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન |
૧૬ | કાયદો | અંગ્રેજી અને ગુજરાતી | LL. M. | કાયદો |
૧૭ | વાણિજ્ય | અંગ્રેજી અને ગુજરાતી | M. Com. Or Equivalent Degree | વાણિજ્ય |
૧૮ | મેનેજમેન્ટ | અંગ્રેજી | M. B. A. Or Equivalent Degree | મેનેજમેન્ટ |
૧૯ | કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ | અંગ્રેજી | M.C.A / M.Sc. / M.C.S / M.E. / M. Tech or Equivalent Degree | કમ્પ્યુટર સાયન્સ એન્ડ એપ્લિકેશન્સ / કમ્પ્યુટર સાયન્સ |
૨૦ | અર્થ સાયન્સીસ | અંગ્રેજી | M.Sc. | ભૂસ્તરશાસ્ત્ર / જિઓઇનફોર્મેટિક્સ |
૨૧ | શારીરિક શિક્ષણ | અંગ્રેજી અને ગુજરાતી | M. P. Ed. or Equivalent Degree | શારીરિક શિક્ષણ |
૨૨ | દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન | અંગ્રેજી અને ગુજરાતી | M.A. | દર્શનશાસ્ત્ર/તત્વજ્ઞાન |
૨૩ | ગૃહ વિજ્ઞાન | અંગ્રેજી અને ગુજરાતી | M.Sc. / M.A. | ગૃહ વિજ્ઞાન |
૨૪ | ભૂગોળશાસ્ત્ર | અંગ્રેજી અને ગુજરાતી | M.Sc. / M.A. | ભૂગોળશાસ્ત્ર |
૨૫ | સમાજકાર્ય | અંગ્રેજી અને ગુજરાતી | M.S.W/ M.A. | સમાજકાર્ય |
પરીક્ષા ફી
રૂ. ૯૦૦/- + બેંક ચાર્જ - General / General-EWS / સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC નોન ક્રિમીલેયર ) ઉમેદવારો માટે
રૂ. ૭૦૦/- + બેંક ચાર્જ - SC / ST / થર્ડ જેન્ડર ઉમેદવારો માટે
રૂ. ૧૦૦/- + બેંક ચાર્જ - PWD(PH/VH) ઉમેદવારો માટે
પરીક્ષા કેન્દ્રો
કેન્દ્ર કોડ | કેન્દ્ર નું નામ |
૧ | વડોદરા |
૨ | અમદાવાદ |
૩ | રાજકોટ |
૪ | સુરત |
૫ | પાટણ |
૬ | ભાવનગર |
૭ | વલ્લભ વિદ્યાનગર |
૮ | ગોધરા |
૯ | જુનાગઢ |
૧૦ | વલસાડ |
૧૧ | ભુજ |
Post a Comment